કાવ્ય-આચમન શ્રેણી – હરિકૃષ્ણ પાઠક/૪૫. રાઈનાં ફૂલ

From Ekatra Wiki
Revision as of 12:11, 14 December 2021 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૫. રાઈનાં ફૂલ|}} <poem> કાગડા છોને બધે કાળા રહ્યા, એકતાનું મૂલ્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૫. રાઈનાં ફૂલ

કાગડા છોને બધે કાળા રહ્યા,
એકતાનું મૂલ્ય કંઈ ઓછું નથી.


ધુમાડો છો ન નીકળે, ખખડે છે ઠામડાં –
લાગે છે છાપરામાં કોઈનો તો વાસ છે.


અહીં વાડ વચ્ચેય રસ્તા જડે છે,
કદી ભૂલથી ચાતરી જાય ઘેટાં.


તીન બંદર, બંગલે ભી તીન હૈં –
ખાદીકૃપા, ગાદીકૃપા, શાદીકૃપા.


દુનિયાદારી સાવ ભલી છે,
ગાગર આપી લઈ લે ગોળી.

(જળમાં લખવાં નામ, પૃ. ૨૬૮)