કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૧૦. સંગમાં રાજી રાજી
Revision as of 06:11, 15 December 2021 by MeghaBhavsar (talk | contribs)
૧૦. સંગમાં રાજી રાજી
સંગમાં રાજી રાજી
આપણ
એકબીજાના સંગમાં રાજી રાજી;
બોલવા ટાણે હોઠ ખૂલે નહિ,
નૅણ તો રહે લાજી.
લેવાને જાય, ત્યાં જીવન
આખુંય તે ઠલવાય!
દેવાને જાય, છલોછલ
ભરિયું શું છલકાય!
એવા એ
આપલેને અવસરિયે પાગલ
કોણ ર્હે કહે પાજી?
વીતેલી વેળની કોઈ
આવતી ઘેરી યાદ,
ભાવિનાં સોણલાંનોયે
રણકે ઓરો સાદ;
આષાઢી
આભનાં વાદળ વીજ શાં વારિ
ઝરતાં રે જાય ગાજી!
(સંકલિત કવિતા, પૃ. ૭૧-૭૨)