કાવ્ય-આચમન શ્રેણી – રાજેન્દ્ર શાહ/૪૫. મોરલી
Revision as of 07:21, 15 December 2021 by MeghaBhavsar (talk | contribs)
૪૫. મોરલી
હું સાવ મૂંગી, સ્વયમેવ તો કંઈ
બોલું નહીં, ને વળી છિદ્રથી ભરી;
વિહંગનાં ગાન વને રહે ઝરી,
ને વિહ્વલા હું ટહુકી શકું નહીં.
કોણે મને ત્યાં અધરે ધરી, અને
માધુર્ય વ્હેતું કર્યું છિદ્ર-મર્મથી!
ને પ્રાણને લોલતરંગ સર્વથી
સંસર્ગ હું પામી રહું ક્ષણે ક્ષણે!
હું મૂંગી એણે ઉર મારું બોલતું
કરી, કીધું કાનન વ્યોમ ડોલતું.
(સંકલિત કવિતા, પૃ. ૬૩૫)