રાતભર વરસાદ/ભૂમિકા

From Ekatra Wiki
Revision as of 17:44, 17 January 2022 by Atulraval (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ભૂમિકા

શ્રી બુદ્ધદેવ બસુ (૧૯૦૮-૧૯૭૪)ની બંગાળી નવલકથા, ‘રાત ભરે વૃષ્ટિ’, ૧૯૬૭માં પ્રગટ થઈ. અશ્લીલતાના આરોપને કારણે નીચલી કોર્ટે તેને વિતરણ અટકાવ્યું એટલું જ નહીં પણ તેની હસ્તપ્રતનો પણ નાશ કરવાનો હુકમ કર્યો. હાઈકોર્ટે આ નિર્ણયને રદ કરીને નવલકથાને અશ્લીલતાના આરોપમાંથી મુક્ત કરી. અમેરિકાના ક્લિન્ટન સીલી (૧૯૪૧ – )એ ૧૯૭૩માં તેનો અંગ્રેજી અનુવાદ કર્યો. શીર્ષક રાખ્યું, It Rained All Night. કોઈ પણ જાતનો છોછ રાખ્યા વિના કે ભીરુતા દાખવ્યા વિના લખાયેલી આ લઘુનવલ સ્ત્રી અને પુરૂષના અંગત સંબંધો, કિશોર વયના સંવેદનો અને લગ્નની સંસ્થા – કે પછી રૂઢિ? – અંગે એક વિદ્વત્તા સભર વિશ્લેષણ, સાવ સાદી અને સહજ શૈલીમાં પ્રસ્તુત કરે છે. ભારતીય સમાજમાં તેનાં મૂળ છે પણ તે સિવાય પાત્રોના મનોમંથનમાં પ્રસ્તુત સંવેદનો સમયની મર્યાદાને સહજતાથી અને સફળતાથી પાર કરે છે. કદાચ રૂચિ/સુરૂચિ અંગેના અંગત વિચારોને કારણે વાચકને આગળ વાંચવું કે નહીં તે જાતે જ નક્કી કરી શકે માટે જ ઉપરની કેફિયત જરૂરી લાગી છે. અંગત વિચારોની યોગ્યતા માટેની ચર્ચા અસ્થાને જ નહીં અનાવશ્યક અને અનુચિત છે.
જાન્યુઆરી, ૨૦૧૪ શૈલેશ પારેખ