યુગવંદના/હજી શું બાકી હશે!

From Ekatra Wiki
Revision as of 12:03, 25 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|હજી શું બાકી હશે!| }} <poem> <center>[ભજન]</center> દેવાયત પંડિતે દા’ડા દાખવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
હજી શું બાકી હશે!
[ભજન]

દેવાયત પંડિતે દા’ડા દાખવ્યા
જૂઠડા ન પડિયા લગાર;
લખ્યા રે ભાખ્યા રે એ દન આવિયા
તોય ના’વ્યા જુગના જોધાર.
હજી રે કેવાક દિનડા આવશે.
શું શું રે થાવાનું બાકી હશે,
કાલ્ય કેવો ઊગશે રે ભાણ;
આટલાં સહ્યાંયે શું અધૂરાં હશે,
નવી કઈ નરકે પ્રયાણ,
જ્ઞાની તો રુએ ને પાપીડાં હસે.

  • ૧૯૩૯.

દેવાયત પંડિત દા’ડા દાખવે
સુણો તમે દેવલદે નાર,
આપણા ધણીએ સત ભાખિયાં,
જૂઠડાં નહિ રે લગાર,
લખ્યા રે ભાખ્યા રે એ દિન આવશે.