યુગવંદના/કોઈ પૂછે કે –

From Ekatra Wiki
Revision as of 05:21, 27 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|કોઈ પૂછે કે –|}} <poem> પૂછે કોઈ શિશુ જો તમને, નરક નામનું સ્થલ ક્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
કોઈ પૂછે કે –

પૂછે કોઈ શિશુ જો તમને,
નરક નામનું સ્થલ ક્યાં?
પૂછે પુત્ર પિતાને, શિષ્ય
ગુરુને, રૌરવ-દુ:ખ શાં?
ઉત્તર વિના અટકશો ના!
‘રાષ્ટ્રના ઇર્ષ્યાળુ દિલમાં.’
દેશજનોની વિજય-વાટ પર
પથ્થર થઈ પડવાનું,
જન-જાગૃતિનાં દરશન કરી કરી
એકલ ઉર જલવાનું,
ના પ્રભુ! એથી ભલું જાણું
રક્તપિત્ત રગ રગ સહવાનું.
૧૯૩૭