વેણીનાં ફૂલ/લાલ લાલ જોગી
Revision as of 11:25, 29 January 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|લાલ લાલ જોગી|}} <poem> લાલ લાલ જોગી ભભૂત લાલ જોગી રે! ભભૂત ભરેલી...")
લાલ લાલ જોગી
લાલ લાલ જોગી ભભૂત લાલ જોગી રે!
ભભૂત ભરેલી એની આંખ લાલ જોગી રે!
પીંગળી જટા વિશાલ ભાલ લાલ જોગી રે!
લાલ ચાંદલો ને ગાલ લાલ લાલ જોગી રે!
મંદ મંદ મંદ એની ચાલ લાલ જોગી રે!
ચાંખડી ચડન્ત ચરણ લાલ લાલ જોગી રે!
હાથમાં ત્રિશૂલ ગળે માલ લાલ જોગી રે!
અહાલેક! બોલ હોઠ લાલ લાલ જોગી રે!
ખંજરી બજે મિલાવે તાલ લાલ જોગી રે!
જીભ પાતળી પ્રવાલ લાલ લાલ જોગી રે!
ઘડીમાં વિરાટ ઘડી બાલ લાલ જોગી રે!
મહાદેવ કે મુકુન્દ લાલ લાલ જોગી રે!
દેવ નહિ, મુકુન્દ નહિ, ન બાલ લાલ જોગી રે!
ઉતર્યા અઘોર ઘોર કાલ લાલ જોગી રે!