અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/નર્મદ/કબીરવડ

From Ekatra Wiki
Revision as of 17:49, 16 June 2021 by Atulraval (talk | contribs) (Created page with " કબીરવડ <poem> (શિખરિણી) ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પ્હાડ સરખો, નદી વ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

કબીરવડ

(શિખરિણી)
ભૂરો ભાસ્યો ઝાંખો, દૂરથી ધૂમસે પ્હાડ સરખો,
નદી વચ્ચે ઊભો, નિરભયપણે એકસરખો;
દીસ્યો હાર્યો જોદ્ધો, હરિ તણું હૃદે ધ્યાન ધરતો,
સવારે એકાંતે, કબીરવડ એ શોક હરતો.
કહે દેખાવે એ, અચરતી જણાયે જગતમાં,
ખરે એ મ્હોરાંનો, મગરૂબ રહે દેશ નવ કાં?
મનાયે સત્સંગે પવિતર કબીરા ભગતમાં,
પ્રજાની વૃદ્ધિએ નિત અમર કહેવાય નવ કાં?
જતાં પાસે જોઉં, વડ નહિ વડોનું વન ખરે,
મળે આડા ઊભા, અતિ નિકટ નીચે ઉપર જે;
વડે ઝાઝા તોએ, સહુ ભળી ગયે એક દીસતો,
વળી સંધાઓનું, અસલ જીવતું એક મૂળ તો.
ફૂટી ડાળોમાંથી, પ્રથમ તરૂ કેરી નીકળતા,
ખૂંચે તેવા તંતુ, વધી જઈ નીચે જે લટકતા;
જટાની શોભાથી, અતિશ શરમાઈ શિવ ઊઠ્યા,
જટાને સંકેલી, વડ તજી ગિરિએ જઈ રહ્યા.
જટા લાંબી લાંબી, મૂળ થડથી થોડેક દૂર જે,
નીચે ભૂમિ સાથે, અટકી પછી પેસે મહીં જ તે;
મળી મૂળિયામાં, ફરી નીકળી આવે તરૂ રૂપે,
થડો બાંધી મોટાં, ઘણીક વડવાઈ કરી રહે.
વડો વચ્ચે વચ્ચે, તરૂ અવર આસોપાલવનાં,
વડોથી ઊંચાં છે, ખીચ ખીચ ભર્યાં પત્રથી ઘણાં;