ઋણાનુબંધ/આપણે
Revision as of 16:43, 16 April 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|આપણે|}} <poem> આપણે આટલાં નજીક છતાંય જિંદગીભર એકબીજાને જોયા કર...")
આપણે
આપણે
આટલાં નજીક
છતાંય
જિંદગીભર
એકબીજાને જોયા કર્યાં છે એ રીતે
જાણે
હું સ્ટેશન પર
ને
તું
પસાર થતી ટ્રેનનો પ્રવાસી.