ઋણાનુબંધ/આપણે
Jump to navigation
Jump to search
આપણે
આપણે
આટલાં નજીક
છતાંય
જિંદગીભર
એકબીજાને જોયા કર્યાં છે એ રીતે
જાણે
હું સ્ટેશન પર
ને
તું
પસાર થતી ટ્રેનનો પ્રવાસી.