સોરઠી સંતવાણી/ઓળખો

From Ekatra Wiki
Revision as of 05:54, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|?ઓળખો|}} <poem> ગુરુ! તારો પાર ન પાયો એ જી! તારો પાર ન પાયો પૃથવીન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
?ઓળખો

ગુરુ! તારો પાર ન પાયો
એ જી! તારો પાર ન પાયો
પૃથવીના માલિક! તારો જી–હો–જી.
હાં રે હાં! ગવરીનો નંદ ગણેશ સમરીએ જી–હો–જી.
એજી! સમરું શારદા માત
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
હાં રે હાં! જમીં આસમાન બાવે મૂળ વિના માંડ્યાં. જી–હો–જી
એ જી, થંભ વિણ આભ ઠેરાયો
એ વારી! વારી! વારી! —
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
હાં રે હાં! ગગન-મંડળમાં ગૌધેન વ્યાણી જી–હો–જી.
એ જી! માખણ વિરલે પાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીએ ઓળખો જી–હો–જી.
હાં રે હાં! સુન રે શિખર પર અલખ અખેડા જી–હો–જી.
એ જી વરસે નૂર સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
ગગન-મંડળમાં બે બાળક ખેલે જી–હો–જી.
એ જી બાળકનો રૂપ સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.
શંભુજીનો ચેલો પંડિત દેવાયત બોલિયા જી–હો–જી.
એ જી સાધુડાંનો બેડલો સવાયો
એ વારી! વારી! વારી!
અખંડ ગુરુજીને ઓળખો જી–હો–જી.