સોરઠી સંતવાણી/અગમ અજર રસપાત્ર

From Ekatra Wiki
Revision as of 11:13, 26 April 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|અગમ અજર રસપાત્ર|}} <poem> વીણવો હોય તો રસ વીણી લેજો, પાનબાઈ! :::: હ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


અગમ અજર રસપાત્ર

વીણવો હોય તો રસ વીણી લેજો, પાનબાઈ!
હવે આવ્યો બરાબર વખત,
ઊભાં રે થાવ પાનબાઈ! શૂરવીરપણું રાખો,
હવે લાંબો નથી કાંઈ પંથ —
ભાઈ રે! આ રસપાત્ર, પાનબાઈ, અગમ અપાર છે,
કોઈને કહ્યો નવ જાય,
એ રસ હું તમને બતાવું, પાનબાઈ!
મારી પૂરણ થઈ છે દયાય. — વીણવો.
ભાઈ રે! —  આ અજર રસ કોઈથી જરે નહીં, પાનબાઈ!
અધૂરાને આપ્યે ઢોળાઈ જાય,
પીઓને પિયાલો પ્રેમ કરી, પાનબાઈ!
ત્યારે લેરમાં લેર સમાય. — વીણવો.
ભાઈ રે! આપ્યો રસ ને ખોળામાં બેસાડ્યાં,
મૂક્યો રે મસ્તક ઉપર હાથ,
ગંગા રે સતી એમ બોલિયાં રે
ત્યાં તો નિરખ્યા ત્રિભુવનનાથ. — વીણવો.