સોરઠી સંતવાણી/અભયભાવ
Revision as of 09:09, 28 April 2022 by MeghaBhavsar (talk | contribs)
અભયભાવ
ભગતી હરિની પદમણી પ્રેમદા, પાનબાઈ!
રહે છે હરિની જોને પાસ,
ઈ રે ભક્તિ ક્યારે ઉરમાં આવે
જ્યારે થાય સદ્ગુરુની દાસ — ભગતી.
એવાં રે લક્ષણ સાંભળતાં, પાનબાઈ!
અભય ભાવ ચિતમાં પ્રગટાય — ભગતી.
ભાઈ રે! સતગુરુ વચનમાં સુરતાને રાખો,
તો તો હું ને મારું મટી જાય,
નિંદા ને સ્તુતિ જ્યારે સમતુલ્ય ભાસે
ત્યારે અભય ભાવ કે’વાય. — ભગતી.
ભાઈ રે! એવા અભયભાવ વિના ભગતી ન આવે, પાનબાઈ!
મરને કોટિ કરે ઉપાય,
ગંગા રે સતી એમ બોલિયાં રે
તે વિના જીવ પણ નૈ જાય. — ભગતી.