સોરઠી સંતવાણી/ચાર અવતાર
Revision as of 05:11, 29 April 2022 by MeghaBhavsar (talk | contribs)
ચાર અવતાર
ઓતમ છે હો ગુરુનાં માતમ છે,
મારા ગુરુજીનાં દર્શન અરજણ ઓતમ છે.
પે’લો પે’લો અવતાર અરજણ કાગ કેરો ધરિયો
સુખડને લાકડે બેઠો ચાંચ ઘસે. — મારા ગુરુજીનાં.
બીજો બીજો અવતાર અરજણ, બગ કેરો ધરિયો,
માન રે સરોવર બેઠો મછીઆં ચુને. — મારા ગુરુજીનાં.
ત્રીજો ત્રીજો અવતાર અરજણ, હંસ કેરો ધરિયો,
માન રે સરોવર બેઠો મોતીડાં ચરે. — મારા ગુરુજીનાં.
ચોથો ચોથો અવતાર અરજણ, સાધુ કેરો ધરિયો,
ભરી રે સભામાં બેઠો જ્ઞાન કરે. — મારા ગુરુજીનાં.
ગુરુને પ્રતાપે નારદમુનિ બોલિયા,
તારીને ઉતારો ભવપાર તરે. — મારા ગુરુજીનાં.