ચૂંદડી ભાગ 1/55.આવે આવે રે વાસુદેવનો નંદ (તોરણે આવતાં)

From Ekatra Wiki
Revision as of 04:40, 18 May 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|55.|}} {{Poem2Open}} કોને જોઈ રહી? કોણ આવે છે એ? એની આંખોમાં આ અજવાળાં શ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


55.

કોને જોઈ રહી? કોણ આવે છે એ? એની આંખોમાં આ અજવાળાં શાનાં છવાયાં? સુભગા! તારી જીવન-પૂર્ણિમાનો ચંદ્રમા આવે છે :

આવે આવે રે વાસુદેવનો નંદ પૂનમ કેરો ચંદ દીવા કેરી જ્યોત વીવા’ કેરી વરધ કે વર આવ્યે અંજવાળાં રે!

તું મોકલ વેવાઈ વાટકડો, તારે તોરણ આવે છે લાડકડો. — આવે આવે રે.

તું મોકલ વેવાઈ સોપારી, તારે તોરણે આવે છે વેપારી. — આવે આવે રે.

તું મોકલ વેવાઈ હાથીડા, બેસી આવે વરરાજાના સાથીડા. — આવે આવે રે.

તું મોકલ વેવાઈ પાલખડી, બેસી આવે વરરાજાની મા લખમી. — આવે આવે રે.

તું મોકલ વેવાઈ વેલડિયું, બેસી આવે વરરાજાની બેનડિયું

આવે આવે રે વાસુદેવનો નંદ પૂનમ કેરો ચંદ દીવા કેરી જ્યોત વીવા’ કેરી વરધ કે વર આવ્યે અંજવાળાં રે!