સોરઠિયા દુહા/29
Revision as of 05:24, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|29| }} <poem> ડુંગર વંકો ગાળિયે, ને વંકી સરણ્યે; રાજા વંકો રાવતે, ધ...")
29
ડુંગર વંકો ગાળિયે, ને વંકી સરણ્યે;
રાજા વંકો રાવતે, ધણ્ય વંકી નેણે.
વાંકી ખીણવાળો ડુંગર, વાંકમાં વહેતી સરણીવાળી નદી : બંકા રાવતવાળો રાજાય અને વાંકા ભમ્મરવાળી સ્ત્રી : એ ચારે, તો વાંકાં જ સારાં લાગે છે.