સોરઠિયા દુહા/49
Revision as of 06:33, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|49|}} <poem> નરનારી બંને ભલાં, કદી ન આંગણ કાળ; આવેલાને આદર કરે, પડ...")
49
નરનારી બંને ભલાં, કદી ન આંગણ કાળ;
આવેલાને આદર કરે, પડ જોવો પાંચાળ.
ઘેરઘેર પુરુષ અને સ્ત્રી બંને ઉદાર દિલનાં હોય છે. એમને આંગણે આવનાર દરેક માનવીની એ મોંઘેરી પરોણાગત કરે છે, એમને ઘેર કાંઈ કમીના નથી હોતી.