સોરઠિયા દુહા/69

From Ekatra Wiki
Revision as of 07:06, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|69|}} <poem> હસમુખાં ને હેતાળવાં, અમૃત વરસે નેણ; (એને) કાંટો કે’દી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


69

હસમુખાં ને હેતાળવાં, અમૃત વરસે નેણ;
(એને) કાંટો કે’દી ન વાગજો, (મર) હોય પારકાં શેણ.

જે સ્ત્રી હસમુખી ને હેતાળ હોય, આંખોમાંથી જે અમૃત વરસાવતી હોય, તે ભલેને બીજાની સ્ત્રી હોય તોપણ એને કાંટો સુધ્ધાં ન વાગજો.