સોરઠિયા દુહા/70

From Ekatra Wiki
Revision as of 07:13, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|70 | }} <poem> મુખ ઉપર મિઠિયાશ, ઘટમાંહી ખોટા ઘડે; એહવાંસું ઈખલાસ, ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


70

મુખ ઉપર મિઠિયાશ, ઘટમાંહી ખોટા ઘડે;
એહવાંસું ઈખલાસ, રાખીજે નહિ રાજિયા!

(કૃપારામજી ચારણ પોતાના ખવાસ રાજિયાને કહી ગયા છે કે) હે રાજિયા! મોઢેથી જે મીઠું મીઠું બોલતાં હોય પણ મનમાં જુદી જ જાતના ઘાટ ઘડતાં હોય તેવાં માનવીનો ભરોસો કદી ન કરજે.