સોરઠિયા દુહા/86
86
પાટાપિંડ ઉપાય, તન લાગ્યાં તરવરિયાં;
વડે જીભના ઘાવ, રતિ ન ઓખદ રાજિયા.
આ શરીર ઉપર તલવારના ઝાટકા પડ્યા હોય તો તેના પાટાપિંડો અને બીજા અનેક ઉપચાર થઈ શકે છે. પણ હે રાજિયા! કોઈના શબ્દના ઘા પડ્યા હોય તો એનું ઓસડ કાંઈ મળતું નથી.