સોરઠિયા દુહા/97

From Ekatra Wiki
Revision as of 09:52, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|97| }} <poem> કાના, કેસા ને લોચના, ડગમગતે દાંતે; એને લાંછન લાગશે, એ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


97

કાના, કેસા ને લોચના, ડગમગતે દાંતે;
એને લાંછન લાગશે, એક જોબન જાતે.

એક જોબન જતું રહેશે તેનાથી કાન, માથાના વાળ, આંખો અને દાંતને કલંક લાગશે, એ ચારની શોભા ઓછી થશે — કાનમાંથી શણગાર ઊતરશે, વાળની શોભા ઘટશે, આંખો ઊંડી ઊતરશે અને દાંત હલવા માંડશે.