સોરઠિયા દુહા/161
Revision as of 12:20, 10 June 2022 by MeghaBhavsar (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|161| }} <poem> પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર; રૂમઝૂમ રૂમઝૂમ હો...")
161
પાંચમો પહોરો દિવસરો, ધણ ઊભી ઘરબાર;
રૂમઝૂમ રૂમઝૂમ હો રહી, ચૂડી કંકણહાર.
પાંચમે પહોરે, દિવસ વેળાએ, પત્ની ઘરને બારણે ઊભી રહી. એના હાથની ચૂડીઓ, કંકણો અને ડોકના હાર રૂમઝુમાટ કરી રહ્યા છે.