અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/બળવંતરાય ક. ઠાકોર /જર્જરિત દેહને

Revision as of 08:01, 21 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> {{Center|''(પૃથ્વી)''}} સખા કહું? કહું તુરંગમ? તું છેક હારી ગયો? ત્રુંટું ત...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

(પૃથ્વી)


સખા કહું? કહું તુરંગમ? તું છેક હારી ગયો?
ત્રુંટું ત્રુટું થઇ રહ્યો વિકલ સંધિ ને સ્નાયુમાં ?
ન સ્થૈર્ય, નવ હોશ લેશ, શ્વસને ન વા વર્ત્તને
ખમાય લગિરે અનીમ. અહ શી દશા તાહરી!

તથાપિ સફરે પ્રલંબ મુજ સાથિ સંગી અરે,
હજીય મુજને જવૂં છ ડગ સ્વલ્પ, તું ચાલ જો:
હજી છ મુજને કંઇક કરવૂં અધૂરું પુરૂં,
ઉકેલિ લઉં તે, – પછી ઉભય તું અને હું છુટી

વિરામમધુ પ્રાશવા, અક્રિયતોદધિ સેલવા,
જુની સ્મૃતિ તણાં અનંત પતળાં રુચિર વાદળાં,
તરંત ઉભરૈ રહંત, રહિ હૈ જ વાગોળવા!
સબૂર જરિ, ના ચહું કશુંય જે તને શક્ય ના,

કદી ન તગડીશ, લે વચન! સાથિસંગી અહો,
જરા ઉચલ ડોક; દૂર નથી જો વિસામો હવે.