કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૨.મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
Revision as of 12:08, 17 June 2022 by MeghaBhavsar (talk | contribs)
૩૨.મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
રાવજી પટેલ
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
મારી વે’લ શંગારો વીરા, શગને સંકોરો
રે અજવાળાં પહેરીને ઊભા શ્વાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
પીળે રે પાંદે લીલા ઘોડા ડૂબ્યા;
ડૂબ્યા અલકાતાં રાજ, ડૂબ્યાં મલકાતાં કાજ
રે હણહણતી મેં સાંભળી સુવાસ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
મને રોકે પંછાયો એક ચોકમાં;
અડધા બોલે ઝાલ્યો; અડધો ઝાંઝરથી ઝાલ્યો
મને વાગે સજીવી હળવાશ !
મારી આંખે કંકુના સૂરજ આથમ્યા...
(અંગત, પૃ. ૫૧)