કાવ્ય-આચમન શ્રેણી – રાવજી પટેલ/૩૧.તમે રે તિલક રાજા રામના

From Ekatra Wiki
Jump to navigation Jump to search


૩૧.તમે રે તિલક રાજા રામના

રાવજી પટેલ

તમે રે તિલક રાજા રામના
અમે વગડાનાં ચંદન કાષ્ઠ રે;
તમારી મશે ના અમે સોહિયાં –
કેવાં કેવાં દઃખ સાજણ તમે રે સહ્યાં ?
કહોને સાજણ દઃખ કેવાં સહ્યાં !
તમે રે ઊંચેરો ઘરના ટોડલા !
અમે લજવાતી પાછલી રવેશ રે;
તમારી મશે ના અમે સોહિયાં –
કેવાં કેવાં દઃખ સાજણ તમે રે સહ્યાં ?
કહોને સાજણ દઃખ કેવાં સહ્યાં ?
તમે રે અખશર થઈને ઊકલ્યા !
અમે પડતર મૂંઝારા ઝીણી છીપના;
તમારી મશે ના અમે સોહિયાં –
કહોને કહોને દઃખ કેવાં પડ્યાં ?
(અંગત, પૃ. ૫૦)