કાવ્ય-આચમન શ્રેણી – ન્હાનાલાલ/૩૮. વિરાટનો હિન્ડોળો

From Ekatra Wiki
Revision as of 05:12, 21 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૩૮. વિરાટનો હિન્ડોળો

ન્હાનાલાલ


વિરાટનો હિંડોળો ઝાકમઝોળ;
કે આભને મોભે બાંધ્યા દોર :
          વિરાટનો હિંડોળો.

પુણ્યપાપ દોર, ને ત્રિલોકનો હિંડોળો,
          ફરતી ફૂમતડાંની ફોર;
ફૂદડીએ ફૂદડીએ વિધિના નિર્માણમંત્ર
          ટહુકે તારલિયાના મોર :
વિરાટનો હિંડોળો ઝાકમઝોળ :
વિરાટનો હિંડોળો.
(પ્રેમભક્તિ ભજનાવલિ, ૧૯૯૬, પૃ. ૧૦૮)