કાવ્ય-આચમન શ્રેણી - પ્રહ્લાદ પારેખ/૪૬. ભૂલજા દાદા

From Ekatra Wiki
Revision as of 05:12, 25 June 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


૪૬. ભૂલજા દાદા

પ્રહ્લાદ પારેખ

મારું નામ ભૂલજા દાદા:
યાદ કરો આ, યાદ કરો તે,
એમ કહે સહુ લોક;
માનવ મનની પીઠે લાદે,
ભારના થોકે થોક.

હું કહું એ જાઓને ભૂલી,
ભારની ગાંસડી દઉં છું ખોલી;
જાય પેલું જેવું ઝરણું તેવો
ભાર ફગાવી દોડતો થા. – મારું૦

સુખનો, જોજો, થાય ના બોજો,
દુઃખનો પોટલાભાર ના વહેજો;
જે મળે તે એક હાથે લઈ.
બીજે હાથે ફગાવતો જા. – મારું૦
(સરવાણી, પૃ. ૪૭)