સોરઠિયા દુહા/48
Revision as of 06:03, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
ઓદરથી ઉરે સરસ, નાક નેણનો તાલ;
ચાર હાથનો ચોટલો, પડ જોવો પાંચાળ.
જેવાં રૂપાળાં એ ગોરીઓનાં ઉદર, તેથી વધુ રૂપાળી એની છાતી છે. તેથી ય વધુ રળિયામણાં એનાં નાક અને નેણ છે. માથે લાંબા ચોટલા છે.