સોરઠિયા દુહા/55

From Ekatra Wiki
Revision as of 06:07, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


55

સાઠી ચાવલ, ભેંસ દૂધ, ઘર શીલવંતી નાર;
ચોથી પીઠ તુરંગરી, સરગ-નિશાણી ચાર.

સ્વર્ગ જેવા સંસારની આ ચાર નિશાનીઓ છે : ખાવામાં સાઠીના ચોખા, પીવા ભેંસનું દૂધ, ઘરમાં શીલવંતી સ્ત્રી, ને ચડવા ઘોડો.