સોરઠિયા દુહા/79
Revision as of 06:22, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
હાથી હીંડત દેખ, કૂકર લવ લવ કર મરે;
વડપણ તણે વિવેક, ક્રોધ ન આણે કિસનિયા.
હાથીને ગામ વચ્ચેથી ચાલ્યો જતો જોઈને ઘણાં કૂતરાં ભસ્યા કરે છે. પરંતુ હાથીને તો પોતાની મોટાઈનું ભાન હોવાથી એ સંયમ રાખે છે અને ક્રોધ નથી કરતો, હે કિસનિયા!