સોરઠિયા દુહા/92
Revision as of 06:31, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
કાપડ ફાટ્યું હોય, (એને) તાણો લઈને તૂનિયેં;
(પણ) કાળજ ફાટ્યું હોય, (એને) સાંધો ન મળે, સૂરના!
લૂગડું ફાટ્યું હોય તો એને તૂની લઈને અસલ જેવું બનાવી શકાય છે, પરંતુ માનવીનું કાળજું એક વાર ચિરાઈ ગયા પછી એને ક્યાંય સાંધો કરી શકાતો નથી.