સોરઠિયા દુહા/120
Revision as of 06:53, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
કાગદ થોડો હેત ઘણો, મુખસે લિખ્યો ન જાય;
સાગરમેં પાણી ઘણો, ગાગરમેં ન સમાય.
હે પ્રીતમ! તમને કાગળ લખવા બેસું છું, પણ મારા હૈયામાં જે ભર્યું છે તે બહાર નથી આવી શકતું. મારે પ્રેમ અપાર છે, કાગળ એને ટૂંકો પડે છે. સાગર જેટલો અપાર એ પ્રેમ સાગરરૂપી કાગળની ચબરખીમાં કેમ કરીને સમાય?