સોરઠિયા દુહા/122
Revision as of 06:54, 5 July 2022 by MeghaBhavsar (talk | contribs)
પ્રીતમ તેરે દરશ બિન, સૂકો શામ શરીર;
પાપી નેનાં ના મુકે, ભરભર આવે નીર.
હે પ્રીતમ! તારા મેળાપ વિના મારી કાયા સુકાવા માંડી છે, પણ તારા દર્શનઘેલી આ આંખો કેમે ય કરીને સુકાતી જ નથી; એમાંથી આંસુનાં ઝરણાં નિરંતર વહ્યા જ કરે છે.