શ્રેષ્ઠ ચંદ્રકાન્ત શેઠ/એનઘેન દીવાઘેન
Revision as of 15:30, 12 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|એનઘેન દીવાઘેન|}} <poem> એનઘેન દીવાઘેન, આંખો મીંચો, કોનું ક્હે...")
એનઘેન દીવાઘેન
એનઘેન દીવાઘેન,
આંખો મીંચો, કોનું ક્હેણ?
ક્હેણ મારી માતનું:
ખૂબ ખૂબ ભણ,
સૌનો સાથી બન.
એનઘેન દીવાઘેન,
આંખો મીંચો, કોનું ક્હેણ?
ક્હેણ મારા તાતનું:
ખૂબ કામ કર.
સૌનું દુઃખ હર.