કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૬. ઘરથી

Revision as of 12:13, 17 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૬. ઘરથી|}} <poem> તમે બોલો નહીં એવા જ સ્વરથી, થવું પડશે ઊભા મારે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૬. ઘરથી


તમે બોલો નહીં એવા જ સ્વરથી,
થવું પડશે ઊભા મારે કબરથી.
ઘણી બરબાદીઓ મેં જોઈ લીધી,
મને બોલાવ ના માસુમ નજરથી.
સુમન છું, બાગ છોડીને જવું ક્યાં,
વસંતો દોડશે પાછળ ફિકરથી.
મને વેરાન ઉપવન ના બતાવો,
બધું જોઈને હું આવ્યો છું ઘરથી.
ધરા, આકાશ અંધારું જ માગે,
ઊઠો સૂરજ, નયનના આ નગરથી.
Template:Right(આકૃતિ, પૃ. ૧૮)