કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧૭. પોલાં શરીર...

From Ekatra Wiki
Revision as of 12:43, 17 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૭. પોલાં શરીર...|}} <poem> પોલાં શરીર જેવા દેખાવ થઈ ગયા છે, પથ્થર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૧૭. પોલાં શરીર...


પોલાં શરીર જેવા દેખાવ થઈ ગયા છે,
પથ્થર હતા તે અમને વાગી તૂટી ગયા છે.
રસ્તાનો કેફ છે કે મંઝિલનો એ નશો છે,
પગલાંઓ ચાલી ચાલી નિજને ભૂસી ગયાં છે.
એકાંતની પળોમાં મોંઘા હતા નિસાસા,
ખંડેરમાં જઈને સઘળા ડૂબી ગયા છે.
માઠી દશામાં એવા આધાર થાવ મારા,
મુજ આંખમાં એ નિજનાં આંસુ મૂકી ગયાં છે.
આંસુની મિત્રતામાં, આંસુની લાગણીમાં,
મારા અવાજ ગબડી ગબડી ફૂટી ગયા છે.
હમણાં જ આવશે એ, હમણાં પધારશે એ,
મુજ નામ ઠામ તેઓ હમણાં પૂછી ગયાં છે.
(ૐ તત્ સત્, પૃ. ૧૮)