કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૧૯. કવિતા

Revision as of 12:49, 17 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૧૯. કવિતા|}} <poem> એકલ દોકલ ભડકે એવી ભૂંડી. ઓગાળે ખંડેર, કાપે અવ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
૧૯. કવિતા


એકલ દોકલ ભડકે એવી
ભૂંડી.
ઓગાળે ખંડેર,
કાપે અવાજ,
ચીરે ધુમ્મસની ખોપરીઓ
ખોદે ઘાસ ઘાસનો રંગ.
ગલીકૂંચીમાં મકાન જેવી
ઊંડી.
ખાટું પહેરે,
પીળું ખાય.
(ૐ તત્ સત્, પૃ. ૨૩)