કાવ્ય-આચમન શ્રેણી – મનહર મોદી/૪૪. ઘોડો

From Ekatra Wiki
Revision as of 16:11, 17 July 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Heading|૪૪. ઘોડો|}} <poem> {{Space}}શોધું છું તો ખોવાયો, {{Space}}ક્યાંયે હું ના દે...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search
૪૪. ઘોડો


         શોધું છું તો ખોવાયો,
         ક્યાંયે હું ના દેખાયો
         ઓ રે ઓ રે અક્કરમી,
         આઘેથી કાં અથડાયો!
         થાકે તેને ઊંચકે છે,
         હું ને મારો પડછાયો.
         દરિયો તારો કેવો છે?
         મારી આંખે છલકાયો.
         મારામાં દોડે ઘોડો,
         તબડક તબડક ડોકાયો.
૮-૧૧-૧૯૯૮
(મનહર અને મોદી, પૃ. ૧૩)