ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/આનંદહર્ષ
Revision as of 05:56, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
આનંદહર્ષ [ ] : જૈન સાધુ. ૮ અને ૯ કડી ધરાવતી ‘વિજયદેવસૂરિ-ભાસ’ નામક ૨ કૃતિઓ, (બંનેની લે. સં. ૧૮મી સદી અનુ.), ૪ કડીની ‘સિદ્ધાચલની સ્તુતિ’ (લે. સં. ૧૮મી સદી અનુ.) તથા ૧૫ કડીની ‘હીરાવિજયસૂરિ-સઝાય/રાજ્યમાન-સઝાય’ના કર્તા. સંદર્ભ : હેજૈજ્ઞાસૂચિ : ૧. [કુ.દે.]