ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/અ/ઇચ્છાબાઈ

From Ekatra Wiki
Revision as of 06:00, 1 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


ઇચ્છાબાઈ [ઈ.૧૯મી સદી મધ્યભાગ] : રણછોડજીનાં ભક્ત કવયિત્રી. ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ. વૈધવ્યાવસ્થામાં ૩૦ વર્ષ ડાકોરમાં રણછોડજીના પ્રસાદ પર જીવી, આશરે ઈ.૧૮૫૯માં અવસાન પામ્યાં હોવાનું કહેવાય છે. તેમણે અનેક પદો રચ્યાં હોવાનું મનાય છે, જેમાંથી રણછોડજી વિશેનું ૧ પદ મુદ્રિત મળે છે. કૃતિ : બૃકાદોહન : ૭ (+સં.).[ચ.શે.]