ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવજી ઋષિ-૨‘શ્રીધર’-‘શ્રીપતિ’
Revision as of 12:45, 3 August 2022 by KhyatiJoshi (talk | contribs)
કેશવજી(ઋષિ)-૨‘શ્રીધર’/‘શ્રીપતિ’ [જ.ઈ.૧૬૧૯ - અવ.ઈ.૧૬૬૪/સં.૧૭૨૦, જેઠ/અસાડ વદ ૯] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં રૂપસિંહજીના શિષ્ય. વતન છપઈ/છાપિયા. ગોત્ર ઓસવાલ ઊસભ. પિતા નેતસી. માતા નવરંગદે. ઈ.૧૬૩૩માં દીક્ષા. ઈ.૧૬૪૧/૧૬૪૨માં આચાર્યપદ. અવસાન કોલદેમાં. ‘આનંદશ્રાવક-ચરિત્ર’ (૨.ઈ.૧૬૪૦) અને ૧૩ ઢાલની ‘સાધુવંદના’ના કર્તા. કવિ પોતાને માટે ‘શ્રીધર’, ‘શ્રીપતિ’ એવાં નામો યોજે છે તે નોંધપાત્ર છે. લોંકાગચ્છના કોઈ જૈન સાધુ કેશવજીઋષિનો ‘દશાશ્રુત-સ્કંધ’ પરનો ૨૫૦૦ ગ્રંથાગ્રનો બાલાવબોધ (૨.ઈ.૧૬૫૩) મળે છે એ કૃતિ પણ સમયદૃષ્ટિએ આ જ કવિની હોવા સંભવ છે. સંદર્ભ : ૧. જૈગૂકવિઓ :૩(૨)- ‘જૈનગચ્છોની ગુરુપટ્ટાવલીઓ’; ૨. જૈગૂકવિઓ:૩(૨). [ર.સો.]