ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ક/કેશવજી-૧

From Ekatra Wiki
Jump to navigation Jump to search


કેશવજી-૧ [અવ.ઈ.૧૬૩૦] : લોંકાગચ્છના જૈન સાધુ. રૂપજીની પરંપરામાં શ્રીમલ્લજી-ઋષિના શિષ્ય રત્નસિંહ/રતનાગરજીના શિષ્ય. વતન મારવાડનું ધુનાડા/દુણાડા. ગોત્ર ઓસવાલ. પિતા વિજા અને માતા જયવંતી. આચાર્યપદ ઈ.૧૬૩૦ એ પછી થોડા માસમાં અવસાન. શ્રીમલ્લજીના રાજ્યકાળ (ઈ.૧૫૭૩-ઈ.૧૬૧૦)માં રચાયેલા ૨૪ કડીના ‘લોંકાશાહનો સલોકો’ (*મુ.)ના કર્તા. કૃતિ : *મુંબઈ સમાચાર, તા. ૧૮-૭-૧૯૩૬ - ‘શ્રીમાન લોંકાશાહ’. સંદર્ભ : જૈગૂકવિઓ : ૩(૨). [ર.સો.]