અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/દુલા ભાયા ‘કાગ’/હાલો હાલો, માનવીઓ! મેળે

From Ekatra Wiki
Revision as of 08:05, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> હાલો હાલો, માનવીઓ! મેળે… હાલો હાલો, મનખડાં મેળે {{space}}મેળામાં મારા...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

હાલો હાલો, માનવીઓ! મેળે…
હાલો હાલો, મનખડાં મેળે
         મેળામાં મારા મનના માનેલ છે. હાલો.

ઈ રે મેળામાં એક આંટિયાળી પાઘડી
એ…એના ઓડીઆંના ઠાઠ પર તનડાં ઓવારું
         હું મનડાં નિચોવું. — માનવીઓ.

ઈ રે મેળામાં એક ઘોડલાં ઘુમાવતો
એ… એના ડાબલાના તાલ મારાં હૈડાં હસાવે
         મારાં મનડાં નચાવે. — માનવીઓ.

ઈ રે મેળામાં એક મોરલડી વાગતી
એ…એના રાગ મુને વાદણ બનાવે
         કોઈ જોગણ બનાવે. — માનવીઓ.

ઈ રે મેળામાં એક પાવાની ધૂન છે
એ… એના પાવાના સાદ ઘણા મીઠા
         વરસ દીએ દીઠા. — માનવીઓ.

ભોળા શંભુજી! મારી અરદાસું સાંભળો
એ…તમે સાંભળીને ધ્યાનમાં લેજો
         છોરું એવાં દેજો. — માનવીઓ.