ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/ગ/ગોકળદાસ-૩
Revision as of 09:06, 8 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''ગોકળદાસ-૩'''</span> [ઈ.૧૮મી સદી] : રામાનંદી સાધુ. કણ...")
ગોકળદાસ-૩ [ઈ.૧૮મી સદી] : રામાનંદી સાધુ. કણઝટના વતની અને નિરાંતના ગુરુ. નિરાંત ઈ.૧૮મી સદી ઉત્તરાર્ધ-ઈ.૧૯૫૨ દરમ્યાન થઈ ગયા, એટલે આ કવિ પણ ઈ.૧૮મી સદી દરમ્યાન થઈ ગયા હોવાનું માની શકાય. તેમનાં સદ્ગુરુનો મહિમા કરતાં ને જ્ઞાનબોધનાં હિંદીની છાંટવાળાં ૩ ભજન(મુ.) મળે છે. કૃતિ: શ્રી નિરાંતકાવ્ય, સં. ગોપાળદાસ ગુરુ દેવશંકર શર્મા, ઈ. ૧૯૫૯ (+સં.). [શ્ર.ત્રિ.]