અર્વાચીન ગુજરાતી કાવ્યસંપદા/જયંતીલાલ આચાર્ય/મંદિર

From Ekatra Wiki
Revision as of 08:56, 22 June 2021 by HardikSoni (talk | contribs) (Created page with "<poem> મંદિર તારું વિશ્વ રૂપાળું, સુંદર સરજનહારા રે; પળ પળ તારાં દર્શન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

મંદિર તારું વિશ્વ રૂપાળું,
સુંદર સરજનહારા રે;
પળ પળ તારાં દર્શન થાયે,
દેખે દેખણહારા રે! મંદિર.

નહિ પૂજારી, નહિ કોઈ દેવા,
નહિ મંદિરને તાળાં રે!
નીલ ગગનમાં મહિમા ગાતા,
ચાંદો સૂરજ તારા રે. મંદિર.

વર્ણન કરતાં શોભા તારી,
થાક્યા કવિગણ ધીરા રે;
મંદિરમાં તું ક્યાં છુપાયો?
શોધે બાળ અધીરાં રે. મંદિર.

(દીવાટાણું, ૧૯૭૩, પૃ. ૩૫)