ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયતિલકસૂરિ
Revision as of 12:21, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયતિલકસૂરિ :'''</span> આ નામે ‘આદિનાથ-વિવાહલુ’ (લ...")
જયતિલકસૂરિ : આ નામે ‘આદિનાથ-વિવાહલુ’ (લે. સં. ૧૬મી સદી અનુ.), ૧૮ કડીની ‘ગિરનાર-ચૈત્યપરિપાટી’ તથા ૧૭ કડીની ‘આબુ-ચૈત્યપરિપાટી’ એ કૃતિઓ નોંધાયેલી મળે છે તે કયા જયતિલકસૂરિ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. “ગિરનાર-ચૈત્યપરિપાટી” “હું મૂરખપણઇ અચ્છું અજાણ’ શ્રી જયતિલકસૂરિ બહુમાન” એ પંક્તિને કારણે જયતિલકસૂરિ-શિષ્યની રચના હોવાનો સંભવ પણ રહે છે. સંદર્ભ : ૧. જૈમગૂકરચનાએં ૧; ૨. મુપુગૂહસૂચી.[શ્ર.ત્રિ.]