ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયવિજય-૪
Revision as of 12:34, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જયવિજય-૪'''</span> [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગગચ્છ...")
જયવિજય-૪ [ઈ.૧૭મી સદી ઉત્તરાર્ધ] : તપગગચ્છના જૈન સાધુ. ગુણવિજયના શિષ્ય. વિજયપ્રભસૂરિની પ્રશસ્તિ કરતી, એમના આચાર્યકાળ(ઈ.૧૬૪૫-ઈ.૧૬૯૩)માં રચાયેલી ૯ કડીની ‘વિજયપ્રભસૂરીશ્વર-સઝાય’ (મુ.)ના કર્તા. કૃતિ : ઐસમાલા :૧.[ર.ર.દ.]