ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જસોમા

From Ekatra Wiki
Revision as of 12:48, 12 August 2022 by KhyatiJoshi (talk | contribs) (Created page with "{{SetTitle}} {{Poem2Open}} <span style="color:#0000ff">'''જસોમા'''</span> [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : વેલાબાવાન...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search


જસોમા [ઈ.૧૯મી સદી પૂર્વાર્ધ] : વેલાબાવાનાં પત્ની. જ્ઞાતિએ કોળી. વેલનાથ સમાધિસ્થ થતાં તેના વિરહભાવને આધ્યાત્મિકતાથી રંગીને વર્ણવતા ૧ પદ(મુ.)ના કર્તા. ગિરનારની શિલા નીચે વેલનાથ સમાધિસ્થ થતાં ગવાયેલા આ પદથી શિલા ફરી ઊઘડે છે અને અંદર સમાઈ જાય છે એવી કથા છે. કૃતિ : સોરઠી સંતો, સં. ઝવેરચંદ મેઘાણી, *ઈ.૧૯૨૮ (પહેલી આ.), ૧૯૭૯ (પાંચમી આ.નું પુનર્મુદ્રણ.). [કી.જો.]