ગુજરાતી સાહિત્યકોશ ખંડ ૧/અનુક્રમ/જ/જયસોમ

Revision as of 06:55, 13 August 2022 by KhyatiJoshi (talk | contribs)
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)


જયસોમ : આ નામે ૧૪ કડીનું ‘કલ્યાણક-સ્તોત્ર’ (લે. સં. ૧૭મી સદી અનુ.), ૧૪ કડીની ‘નંદા સઝાય’ (લે.સં. ૧૮મી સદી અનુ.), ૧૧ કડીની ‘આદિદેવ-સ્તુતિ’ (લે. સં. ૧૯મી સદી અનુ.), ૧૧ કડીનું ‘શત્રુંજય-સ્તવન’, જયસોમગણિને નામે ૪૦ ગ્રંથાગ્રનું ‘અધ્યાત્મ-ગીત’ (લે.ઈ.૧૬૬૪) અને જયસોમસૂરિને નામે ‘નેમિનાથ ફાગુ’ (લે.ઈ.૧૩૪૬) એ કૃતિઓ મળે છે તે કયા જયસોમ છે તે નિશ્ચિત થઈ શકે તેમ નથી. સંદર્ભ : ૧. આલિસ્ટઑઇ : ૨; ૨. જૈહાપ્રોસ્ટા; ૩. મુપુગૂહસૂચી.; ૪. હેજૈજ્ઞાસૂચિ :૧.[ર.ર.દ.]