ડુંગર(સ્વામી)-૧ [ઈ.૧૪૭૯ સુધીમાં] : જૈન સાધુ. અલંકારાદિથી રસપ્રદ બનતા ઉપાલંભભર્યા વિરહ ભાવના ૨૬/૨૮ કડીના ‘નેમિનાથ ફાગ/ઓલંભડા-બારમાસ’ (લે. ઈ.૧૪૭૯; મુ.)ના કર્તા. કૃતિ : જૈનયુગ, અસાડ-શ્રાવણ ૧૯૮૬ - ‘સં. ૧૫૩૫માં લખાયેલાં પ્રાચીન કાવ્યો.’